માસ્ક વિના ફરતા 9, રાત્રી કર્ફ્યૂભંગ કરતા 4, મીની લોકડાઉનનો ભંગ કરતા 11, વધુ પેસેન્જર બેસાડતા 8, સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરતા 3 દુકાનદારો દંડાયા: મોરબી: ગુરૂવારે 24 કલાક દરમ્યાન મોરબી જિલ્લાના શહેર તાલુકા વિસ્તારમાં કોવિડ 19 જાહેરનામાંનું ઉલ્લંઘન કરતાં કુલ 35 નાગરિકો સામે વિવિધ કલમો હેઠળ કેસ કરી પોલીસે દંડનાત્મક કાર્યવાહી કરી હતી. જેમાં મોરબી સીટી એ.ડિવિઝન પોલીસે મીની લોકડાઉનનું ઉલ્લંઘન કરી ચાની દુકાન ખુલ્લી રાખતા 3, ફૂટવેરની દુકાન ખુલ્લી રાખતા 1, સાડીની દુકાન ખુલ્લી રાખતા 1, ગાંઠિયાની દુકાન ખુલ્લી રાખતા 2, માસ્કવિના જાહેરમાં ફરતા 2, રાત્રી કર્ફ્યૂનું ઉલ્લંઘન કરતાં 2 સામે તથા મોરબી સીટી બી.ડિવિઝન પોલીસે રાત્રી કર્ફ્યૂ દરમ્યાન ચાની રેંકડી ખુલ્લી રાખતા 1 ધંધાર્થી સામે, રૂમાલ સહિતની વસ્તુ રેંકડીમાં જાહેરમાં વેંચતા 3 સામે, વધુ ગ્રાહકો એકઠા કરનાર 1 પ્રોવિઝન સ્ટોરધારક સામે, માસ્ક વગર જાહેરમાં ફરતા 1 સામે, વધુ પેસેન્જર બેસાડી સોશિયલ ડિસ્ટન્સના જાહેરનામાનું ઉલ્લંઘન કરતા તથા કર્ફ્યૂ દરમ્યાન રીક્ષા લઈને નીકળેલા 4 રીક્ષા ચાલક સામે, કર્ફ્યૂ દરમ્યાન બાઇક લઈને બહાર નીકળેલા 1 બાઇકચાલક સામે તથા મોરબી તાલુકા પોલીસે માસ્ક પહેર્યાંવિના તથા સોશિયલ ડિસ્ટન્સના નિયમ વિરુદ્ધ વધુ પેસેન્જર બેસાડવા બદલ 1 રિક્ષાચાલક સામે વિવિધ કલમો હેઠળ કેસ કરી દંડનાત્મક કાર્યવાહી કરી રેંકડીઓ તેમજ રીક્ષા ડિટેઇન કરી હતી. જ્યારે વાંકાનેર સીટી પોલીસે માસ્ક પહેર્યા વગર, કોવિડ ટેસ્ટ કરાવ્યા વગર તથા દુકાનમાં વધુ ગ્રાહકો એકઠા કરવા બદલ 2 દુકાનધારક સામે, માસ્કનો દંડ આપવાની આનાકાની કરતાં ભજીયાની 1 રેંકડીધારક સામે, 1 ફ્રુટની રેંકડીધારક સામે, વાંકાનેર તાલુકા પોલીસે વધુ પેસેન્જર બેસાડવા બદલ 2 રિક્ષાચાલક સામે, માસ્ક વગર જાહેરમાં નીકળેલા 1 નાગરિક સામે તથા માળીયા મિયાણા પોલીસે આરટીપીસીઆર કોવિડ ટેસ્ટ કરાવ્યા વિના શાકભાજીનો વેપાર કરતાં 2 દુકાનદાર સામે, નિયમ વિરુદ્ધ વધુ પેસેન્જર બેસાડી તેમજ માસ્ક પહેર્યા વગર રીક્ષા ચલાવતા 1 રિક્ષાચાલક સામે, અને ટંકારા પોલીસે સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરીને વધુ પેસેન્જર બેસાડવા બદલ 1 રિક્ષાચાલક સામે એપિડેમીક એકટની કલમ, જાહેરનામાંભંગની કલમ તથા કોવિડ ગાઈડલાઇન્સ ભંગની વિવિધ કલમો હેઠળ દંડનાત્મક કાર્યવાહી કરી હતી.