મીની લોકડાઉનનો ભંગ કરતાં 5 ધંધાર્થી, માસ્ક વિના જાહેરમાં ફરતા 2, રાત્રી કરફ્યૂનું ઉલ્લંઘન કરતા 8, સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરતાં 10 રિક્ષાચાલકો તથા 8 વેપારીઓ દંડાયા: મોરબી: શુક્રવારે 24 કલાક દરમ્યાન મોરબી જિલ્લાના શહેરો-તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી પોલીસે જાહેરનામાં ભંગની અલગ અલગ કલમો હેઠળ કુલ 33 લોકો સામે કેસ કરી દંડનાત્મક કાર્યવાહી કરી હતી. જેમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મીની લોકડાઉન દરમ્યાન આવશ્યક કેટેગરીની વ્યાખ્યામાં ન આવતાં હોવા છતાં હેરકટિંગ સલૂન ખુલ્લું રાખતા 1, કપડાંની દુકાન ખુલ્લી રાખતા 1, હાર્ડવેરની દુકાન ખુલ્લી રાખતા 1, દૂધની ડેરીમાં મીઠાઈ વેંચતા 1 વેપારી સામે, ફ્રુટની રેંકડી પર વધુ ગ્રાહકો એકઠા કરવા બદલ 1, ચાની રેંકડી ખુલ્લી રાખતા 1 ધંધાર્થી સામે, રાત્રી કરફ્યૂનો ભંગ કરવા બદલ 2 નાગરિક સામે તથા બી ડિવિઝન પોલીસે માસ્કવિના જાહેરમાં ફરતા 1 નાગરિક સામે, સોશિયલ ડિસ્ટન્સના જાહેરનામાંનો ભંગ કરીને વધુ પેસેન્જર બેસાડવા બદલ 2 રીક્ષાચાલક સામે, રાત્રી કરફ્યૂનું ઉલ્લંઘન કરતાં 6 નાગરિકો સામે, જ્યારે મોરબી તાલુકા પોલીસે માસ્કવિના રીક્ષા ચલાવતા તથા વધુ પેસેન્જર બેસાડતા 1 રીક્ષાચાલક સામે જાહેરનામાંભંગ તથા એપેડેમીક એકટ સહિતની વિવિધ કલમો હેઠળ કેસ કરી દંડનાત્મક કાર્યવાહી કરી હતી. જ્યારે વાંકાનેર સીટી પોલીસે વધુ લોકો એકઠા કરવા બદલ તથા માસ્ક પહેર્યા વગર વેપાર કરતા ભંગારનો ડેલો ધરાવતાં 1 ધંધાર્થી, પાનની દુકાન ધરાવતા 1 ધંધાર્થી સામે, માસ્કવિના તથા માસ્કનો દંડ આપવાની આનાકાની કરતા તથા વધુ પેસેન્જર બેસાડીને રીક્ષા ચલાવતા 1 રિક્ષાચાલક, ઘૂઘરા સેન્ટરના 1 સંચાલક સામે જ્યારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ પેસેન્જર બેસાડતા 3 રિક્ષાચાલક સામે, માસ્કવિના જાહેરમાં નીકળેલા 1 નાગરિક સામે તથા માળીયા મિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માસ્કવિના તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં ચૂક કરનાર તથા કોવિડ ટેસ્ટ કરાવ્યા વગર વેપાર કરતા 1 ચાના ધંધાર્થી, 2 પાન-માવાના ધંધાર્થી સામે જ્યારે ટંકારા પોલીસે વધુ પેસેન્જર બેસાડવા બદલ તથા કોવિડ નેગેટિવ ટેસ્ટ સાથે રાખ્યાવિના રીક્ષા ચલાવતા 2 રિક્ષાચાલક સામે, હળવદ પોલીસે 1 રિક્ષાચાલક સામે અને ફ્રુટની ફેરી કરતા 1 ફેરિયા સામે વિવિધ કલમો હેઠળ કેસ કરી ઉક્ત વાહનો ડિટેઇન કરી અને અન્યો સામે દંડનાત્મક કાર્યવાહી કરી હતી.