માસ્ક વિના ફરતા 2, રાત્રી કર્ફ્યૂભંગ કરતા 2, વિવિધ નિયમોનો ભંગ કરતાં 10 રીક્ષા અને 1 કારચાલક, કોવિડ ટેસ્ટ કરાવ્યા વગર વેપાર કરતાં 6 અને મીની લોકડાઉનમાં દુકાનો ખુલ્લી રાખતા 11 સામે દંડનાત્મક કાર્યવાહી કરાઈ મોરબી: રવિવારે 24 કલાક દરમ્યાન મોરબી જિલ્લામાંથી કોવિડ ગાઈડલાઇન્ડનો તથા જાહેરનામાનો ભંગ કરતાં કુલ 32 વેપારીઓ, રિક્ષાચાલકો સહિતના નાગરિકો સામે કેસ કરી પોલીસે દંડનાત્મક કાર્યવાહી કરી હતી. રવિવારે દિવસ રાતર દરમ્યાન મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મીની લોકડાઉન દરમ્યાન ચાની દુકાન ખુલ્લી રાખતા 8 ધંધાર્થી સામે, પાનની દુકાન ખુલ્લી રાખતા 1 દુકાનદાર સામે, હેરકટિંગ સલૂનની દુકાન ખુલ્લી રાખતા 1 ક્ષૈરકર્મી સામે, 1 જવેલર્સ સામે, માસ્ક પહેર્યાંવિના બાઈક લઈને નીકળેલા 1 બાઈકચાલક સામે, રાત્રી કર્ફ્યૂનો ભંગ કરતા 1 નાગરિક સામે તથા મોરબી સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી નિયમ વિરુદ્ધ વધુ પેસેન્જર બેસાડતા તથા કર્ફ્યૂ દરમ્યાન બહાર નીકળેલા કુલ 4 રિક્ષાચાલક સામે, રાત્રી કર્ફ્યૂનો ભંગ કરતા 1 નાગરિક સામે, માસ્ક પહેર્યાંવિના જાહેરમાં નીકળેલા 1 નાગરિક સામે, માસ્ક પહેર્યા વગર ઇકો કારનું ડ્રાઈવિંગ કરતાં તથા વધુ પેસેન્જર બેસાડતા 1 કારચાલક સામે જ્યારે મોરબી તાલુકા પોલીસે માસ્ક પહેર્યા વગર તથા વધુ પેસેન્જર બેસાડી અને પેસેન્જરને પણ માસ્ક પહેર્યા વગર રિક્ષામાં બેસાડતા 1 રિક્ષાચાલક સામે વિવિધ કલમો હેઠળ કેસ કરી દંડનાત્મક કાર્યવાહી કરી હતી. જ્યારે વાંકાનેર સીટી પોલીસે કોવિડ ટેસ્ટ કરાવ્યા વગર તથા વધુ ગ્રાહકો એકઠા કરી સોશિયલ ડિસ્ટનસના ભંગ બદલ 1 રેડીમેડ ગારમેન્ટના વેપારી સામે, 1 ઘડિયાળના દુકાનદાર સામે, 1 મોબાઇલના દુકાનદાર સામે, તથા વાંકાનેર તાલુકા પોલીસે નિયમ વિરુદ્ધ વધુ પેસેન્જર બેસાડીને નીકળેલા 2 રિક્ષાચાલક સામે તથા માળીયા મિયાણા પોલીસે કોવિડ ટેસ્ટ કરાવ્યા વગર વેપાર કરતા 2 પાન મસાલાના હોલસેલ વેપારીઓ સામે, 1 રેડીમેન્ટ ગારમેન્ટના વેપારી સામે, ટંકારા પોલીસે સોશિયલ ડિસ્ટનસના જાહેરનામાનો ભંગ કરી વધુ પેસેન્જર બેસાડતા 2 રિક્ષાચાલક સામે, હળવદ પોલીસે 1 રિક્ષાચાલક સામે વિવિધ કલમો હેઠળ કેસ કરી દંડનાત્મક કાર્યવાહી કરી હતી.