માસ્ક વિના જાહેરમાં ફરતા 5, વિવિધ નિયમો ભંગ કરતાં 14 રિક્ષાચાલકો, રાત્રી કર્ફ્યુ ભંગ કરતાં 4, મીની લોકડાઉનમાં દુકાન ખુલ્લી રાખતા 3 અને કોવિડ ટેસ્ટ કરાવ્યા વિના વેપાર કરતાં 2 લોકો દંડાયા: મોરબી: શુક્રવારે 24 કલાક દરમ્યાન મોરબી જિલ્લામાંથી જાહેરનામાં ભંગ, કર્ફ્યુભંગ બદલ, મીની લોકડાઉન દરમ્યાન આવશ્યક ચીજ વસ્તુઓની કેટેગરીમાં ન આવતા હોવા છતાં દુકાન ખુલ્લી રાખતાં તથા સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ભંગ કરીને વધુ પેસેન્જર બેસાડતા રિક્ષાચાલકો વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ કરી પોલીસે દંડનાત્મક કાર્યવાહી કરી હતી. જેમાં મોરબી સીટી એ.ડિવિઝન પોલીસે રાત્રી કર્ફ્યુ દરમ્યાન ફરસાણની દુકાન ખુલ્લી રાખતા 1 દુકાનદાર સામે, માસ્ક પહેર્યા વગર ચાની કેબીન પર ચા વેંચતા 1 સામે, આવશ્યક ચીજ વસ્તુની યાદીમાં ન આવતા હોવા છતાં દુકાન ખુલ્લી રાખતા 2 દુકાનદારો સામે, માસ્ક વગર જાહેરમાં ફરતા 1 નાગરિક સામે, રાત્રી કર્ફ્યુ દરમ્યાન કોઈ ખાસ કામ વગર બહાર નીકળતા 1 નાગરિક સામે તથા મોરબી સીટી બી.ડિવિઝન પોલીસે નિયમ વિરુદ્ધ વધુ પેસેન્જર બેસાડતા 3 રિક્ષાચાલક સામે, આવશ્યક ચીજ વસ્તુની યાદીમાં ન હોવા છતાં કપ રકાબીની લારી લઈને નીકળેલા 1 ફેરિયા સામે, માસ્ક વગર જાહેરમાં ફરતાં 1 નાગરિક સામે, રાત્રી કર્ફ્યુ દરમ્યાન બહાર નીકળેલા 2 નાગરિક સામે, કર્ફ્યુભંગ કરતા 1 રિક્ષાચાલક સામે જ્યારે મોરબી તાલુકા પોલીસે સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ભંગ કરી વધુ પેસેન્જર બેસાડવા બદલ 1 રિક્ષાચાલક સામે વિવિધ કલમો હેઠળ દંડનાત્મક કાર્યવાહી કરી હતી. જ્યારે વાંકાનેર સીટી પોલીસે માસ્ક પહેર્યા વગર દુકાનમાં બેસીનેને વેપાર કરતા તથા દંડ આપવાની આનાકાની કરતાં 2 વેપારી સામે, 1 ફ્રુટની રેંકડીધારક સામે તથા માસ્કવિના, કોવિડ ટેસ્ટ કરાવ્યા વગર અને સોશિયલ ડિસ્ટનસના ભંગ બદલ 1 રિક્ષાચાલક સામે તથા વાંકાનેર તાલુકા પોલીસે વધુ પેસેન્જર બેસાડીને નીકળેલા 2 રિક્ષાચાલક સામે, તો ટંકારા પોલીસે સોશિયલ ડિસ્ટનસના નિયમ વિરુદ્ધ વધુ પેસેન્જર બેસાડીને નીકળેલા 2 રિક્ષાચાલક સામે તથા હળવદ પોલીસે માસ્ક વગર તથા વધુ પેસેન્જર બેસાડીને નિકળેલા 1 રિક્ષાચાલક સામે અને માળીયા મિયાણા પોલીસે આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યા વગર દુકાને બેસીને વ્યાપાર કરતા 2 ધંધાર્થી સામે, માસ્ક વગર તથા વધુ પેસેન્જર બેસાડીને નીકળેલા તથા કોવિડ ટેસ્ટ કરાવ્યા વિના રીક્ષા ડ્રાઈવ કરતા 1 રિક્ષાચાલક સામે અલગ અલગ કલમો હેઠળ કેસો કરી દંડનાત્મક કાર્યવાહી કરી હતી.