માસ્ક વિના 8, કર્ફ્યૂભંગ બદલ 8, સોશિયલ ડિસ્ટનસના ભંગ બદલ 8 રિક્ષાચાલકો અને 3 દુકાનદારો વિરુદ્ધ કરાયા કેસ: મોરબી: કોવિડ સંક્રમણને અટકાવવા સરકારે જાહેર કરેલી ગાઈડલાઇન્સનો ભંગ કરતાં મોરબી જિલ્લામાંથી સોમવારે કુલ 26 લોકો સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે માસ્ક પહેર્યા વગર નીકળતા 1, સીએનજી રિક્ષામાં વધુ પેસેન્જર બેસાડવા બદલ 3 રિક્ષાચાલકો, કર્ફ્યૂભંગ બદલ 3 સામે જ્યારે મોરબી એ ડિવિઝન પોલીસે કર્ફ્યૂભંગ બદલ 3 સામે માસ્ક વિના જાહેરમાં નીકળેલા 2 નાગરિકો સામે, કર્ફ્યૂ દરમ્યાન ગાંઠિયાની દુકાન ખુલ્લી રાખવાના 2 કેસ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. જ્યારે મોરબી તાલુકા પોલીસે રિક્ષામાં વધુ પેસેન્જર બેસાડવા બદલ 1 ચાલકને દંડ કરી રીક્ષા ડિટેઇન કરી હતી. વાંકાનેર સીટી પોલીસે માસ્ક પહેર્યા વિના જાહેરમાં નીકળીને માસ્ક નિયમનો દંડ આપવાની ના કહેનાર 2, માસ્ક વિના તેમજ દુકાનમાં વધુ ગ્રાહકો એકઠા કરવા બદલ 2 વેપારી-ફેરિયા સામે, વાંકાનેર તાલુકા પોલીસે જાહેરમાં માસ્ક વગર નીકળેલા 3 સામે તથા માળીયા મિયાણા તાલુકા પોલીસે વધુ પેસેન્જર બેસાડવા બદલ 2 રીક્ષાચાલક સામે, ટંકારા પોલીસે વધુ પેસેન્જર બેસાડીને સોશિયલ ડિસ્ટન્સની ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન કરનાર 1 રિક્ષાચાલક સામે, 1 તુફાન વાહનચાલક સામે, હળવદ પોલીસે દુકાનમાં વધુ ગ્રાહકો એકઠા કરવા બદલ 1 દુકાનદાર સામે, માસ્કવિના ફરતા 1 સામે કેસ કરી વિવિધ કલમો હેઠળ દંડનાત્મક કાર્યવાહી કરી હતી.