માસ્ક વિના જાહેરમાં ફરતા 8, રાત્રી કર્ફ્યૂનું ઉલ્લંઘન કરતા 5, સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરાવતા 2 વેપારી, 4 રીક્ષાચાલક તથા 1 કારચાલક અને બપોરે 3 વાગ્યા બાદ દુકાન ખુલ્લી રાખતા 1 દુકાનદાર દંડાયા: મોરબી: રવિવારે 24 કલાક દરમ્યાન મોરબી જિલ્લામાં કોવિડ ગાઈડલાઇન્સ અંતર્ગત બહાર પાડેલા જાહેરનામાં ભંગ બદલ પોલીસે કુલ 21 લોકો સામે વિવિધ કલમો હેઠળ કેસ કરી દંડનાત્મક કાર્યવાહી હતી. રવિવારે 24 કલાક દરમ્યાન મોરબી જિલ્લામાંથી જાહેરનામાં ભંગના કુલ 21 કેસ કરવામાં આવ્યા હતા. જેમાં મોરબી સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટે. વિસ્તારમાં માસ્કવિના જાહેરમાં ફરતા 2 રાહદારી સામે, રાત્રી કરફ્યૂનું ઉલ્લંઘન કરતાં 2 રાહદારી સામે, બપોરે 3 વાગ્યા બાદ પણ દુકાન ખુલ્લી રાખતા 1 જવેલર્સ સામે, જ્યારે બી. ડિવિઝન પો. સ્ટે. વિસ્તારમાં માસ્કવિના જાહેરમાં ફરતાં 3 રાહદારી સામે, સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કરી વધુ પેસેન્જર બેસાડતા 2 રિક્ષાચાલક સામે, રાત્રી કરફ્યૂ દરમ્યાન કોઈ વ્યાજબી કારણ વગર બહાર નીકળતા 3 રાહદારી સામે, 1 રિક્ષાચાલક સામે તથા મોરબી તાલુકા પોલીસ સ્ટે. વિસ્તારમાં માસ્કવિના તથા સોશિયલ ડિસ્ટન્સ ન જળવાય એ રીતે નિયમ વિરુદ્ધ વધુ પેસેન્જર બેસાડવા બદલ 1 પેસેન્જર કારચાલક સામે વિવિધ કલમો હેઠળ કેસ કરી પોલીસે દંડનાત્મક કાર્યવાહી કરી હતી. જ્યારે વાંકાનેર સીટી પોલીસ સ્ટે. વિસ્તારમાં માસ્કવિના તથા વધુ ગ્રાહકો એકઠા કરનાર 1 હેરકટિંગ સલૂનના સંચાલક સામે, માસ્ક ન પહેરવાનો દંડ આપવાની આનાકાની કરતા કટલેરીના દુકાનદાર સામે તથા માળીયા મિયાણા પો.સ્ટે. વિસ્તારમાં કોવિડ ટેસ્ટ કરાવ્યા વગર વેપાર કરતા અનાજ- કરિયાણાનાં 1 વેપારી સામે, પાન માવાના 1 હોલસેલ વેપારી સામે જ્યારે ટંકારા પોલીસ સ્ટે. વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સનાં જાહેરનામાંનું ઉલ્લંઘન કરી વધુ પેસેન્જર બેસાડતા 1 રિક્ષાચાલક સામે અને હળવદ પોલીસ સ્ટે. વિસ્તારમાં માસ્કવિના તથા કોવિડ ટેસ્ટ કરાવ્યા વગર ગોલાની દુકાને બેસીને વેપાર કરવા બદલ 1 ધંધાર્થી સામે જાહેરનામાં ભંગની અલગ અલગ કલમો હેઠળ દંડનાત્મક કાર્યવાહી કરી હતી.