સમસ્ત મોરબી જિલ્લામાં સલામતીના રખેવાળો બન્યા ખરા અર્થમાં કોરોના વોરિયર્સ : પોતાના જીવન જોખમે પણ સતત કાર્યરત રહેતો સમગ્ર જિલ્લા પોલીસ સ્ટાફ મોરબી : મોરબી જિલ્લામાં જ્યારથી લોકડાઉન જાહેર થયું ત્યારથી સમગ્ર જિલ્લા પોલીસ સ્ટાફ રાત દિવસ જોયા વગત લોકડાઉનનું કડકપણે પાલન કરી રહ્યો છે. જિલ્લામાં 54 જેટલી ચેક પોસ્ટ બનાવી છે. આ તમામ ચેક પોસ્ટ ઉપર પોલીસ સ્ટાફ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યો છે. પોલીસ સ્ટાફ આ આપતીના સમયે પરિવાર કે પોતાના જીવન જોખમની.પરવા કર્યા વગર પ્રજાની સલામતીનું રક્ષણ કરી રહ્યો છે. આ રીતે સમસ્ત મોરબી જિલ્લા પોલીસ સ્ટાફ કોરોના વોરિયર્સ બની રહ્યો છે. મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાના નિર્દેશન હેઠળ 1551 જેટલા પોલીસ કર્મચારીઓ રાત દિવસ જોયા નગર તેમને સોંપેલી ફરજની જગ્યા ઉપર તૈનાત છે. એસીપીની દેખરેખ હેઠળ 4 ડીવાયએસપી, 14 પીઆઇ (એક મહિલા પીઆઇ), 22 પીએસઆઇ (ચાર મહિલા પીએસઆઇ), હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ 663 અને હોમગાર્ડ અને જીઆરડીના 730 અને ટીઆરબી ટ્રાફિક બીગ્રેડના 89 ,એસઆરપી 45, ફોરેસ્ટ 11, આરટીઓના 2 કર્મચારીઓ સતત લોકડાઉનની ફરજ બજાવે છે. કુલ 1511 સ્ટાફ હાલના ધોમધખતા તાપમાં પણ લોકડાઉનની સુપરે ફરજ નિભાવી રહ્યો છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/