મોરબી : જિલ્લામાં લોકડાઉનમાં આપેલી છૂટછાટ કરતા પણ વધુ છૂટછાટ લેતા 3 મહિલા સહીત 12 લોકો સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. મોરબી જિલ્લાના વિવિધ તાલુકામાં લોકડાઉનના નિયમોંમાં વિવિધ છૂટછાટનો પણ ભંગ કરતા કુલ 12 લોકો સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો. જેમાં મોરબી સીટી. એ. ડીવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 મહિલા સહીત 1 પુરુષ, મોરબી સીટી બી ડીવી વિસ્તારમાં 1 મહિલા એક પુરુષ, વાંકાનેર સિટીમાં 4 તેમજ તાલુકામાં 2 લોકો સામે જયારે ટંકારામાં 1 વ્યક્તિ સામે વિવિધ કલમો હેઠળ ગુન્હા નોંધાયા છે. જેમાં ટંકારામાં હોમ ક્વોરેન્ટાઇન કરાયેલ વ્યક્તિ નિયમ મુજબ ઘર છોડી બહાર હોવાનું માલુમ પડતા તેની સામે નોંધાયેલો ગુન્હો પણ સામેલ છે.