મોરબી: દેશભરમાં આજથી શરૂ થયેલ સામાન્ય નાગરિકો માટેની કોરાના વેકસીનેશન ઝુંબેશમાં મોરબીમા 1125 વડીલો અને કો - મોરબિટ નાગરિકોને રસી મુકવામાં આવી હતી. આજરોજ મોરબી જિલ્લામાં કુલ 39 સ્થળોએ 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા અને 45થી 59 વર્ષના કોમોર્બીડિટી ધરાવતા સિનિયર સિટીઝનનું વેકસીનેશન કરવામાં આવ્યું. જેમાં કુલ 1125 વ્યક્તિઓએ કોવિડ વેકસીન મુકાવી હતી. ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ હોય 60 વર્ષથી વધુ વયના તમામ નાગરિકોએ તથા 45 વર્ષથી ઉપરના ગંભીર બીમારી ધરાવતા નાગરિકોએ રજીસ્ટ્રેશન કરાવી લેવા માટે તંત્ર તરફથી અપીલ કરાઈ છે.