મોરબી: મોરબીમાં ડો. બાબાસાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિવસ નિમિત્તે દલિત સમાજના યુવાનો દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. સામાજિક ચેતના અને રમતગમતના ઉત્સાહને જોડીને, યુવાનોએ DPL -S1 (દલિત પ્રીમિયર લીગ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન તારીખ 6 ડિસેમ્બરના રોજ આયોજન કર્યું છે. આ આયોજન ધ રોર ક્રિકેટ ક્લબ (દરિયાલાલ કોમ્પલેક્ષ પાછળ) ખાતે કરવામાં આવ્યું છે.