મોરબી : મોરબીમાં કોંગ્રેસ દ્વારા સ્વ. રાજીવ ગાંધીની પૂણ્યતિથિ નિમિતે જરૂરિયાતમંદોને છાશ વિતરણ કરી સ્વ. રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની સુચનાથી આજે તા. ૨૧ના રોજ સવારે ૧૧ વાગ્યે જૂના બસ સ્ટેન્ડ અને નગર દરવાજા ચોક ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન અને ૨૧મી સદીના સ્વપ્નદૃષ્ટા સ્વ. રાજીવ ગાંધીની પૂણ્યતિથિ નિમિતે મોરબી શહેર અને મોરબી તાલુકા કોંગ્રેસ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીથી પરેશાન ગરીબો માટે છાશ વિતરણ કરી સ્વ. રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે જયંતીભાઈ જે. પટેલ, કે. ડી. પડસુંબિયા, રાજુભાઈ કાવર, એલ. એમ. કંઝારિયા, મહેશભાઈ રાજ્ય ગુરુ, ધર્મેન્દ્રભાઈ વિડજા, મનોજ પનારા, દેવેન્દ્રસિંહ જાડેજા, મુકેશભાઈ ગામી, કે. ડી. બાવરવા, પી. પી. બાવરવા, રાજુભાઈ આહીર, વિનોદભાઈ ડાભી, જગદીશ મુછડિયા, ચેતન એરવાડિયા, રજનીશ શીરવી, રવજી સોલંકી, અશ્વિન પરમાર, રોનક પારેખ, જાનમોહમદ ચાનીયા, બાબુ વેરાણા, યુસુફભાઈ, રમેશ જારીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. તેમ જયંતીભાઈ જે. પટેલ, પ્રમુખ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિની યાદીમાં જણાવાયું છે.