રેમડીસીવર ઇન્જેક્શનો ન મળતા હોવાની મોટી રામાયણ વચ્ચે તંત્રએ લોકોને આ ઇન્જેક્શનો મળી રહે તેવા પ્રયાસો હાથ ધર્યા મોરબી : મોરબીમાં કોરોનાની ભયાનક આપતી વચ્ચે કોરોનાની સારવાર માટે મહત્વના ગણાતા રેમડીસીવર ઇન્જેક્શનો દર્દીઓને ન મળતા હોવાની મોટી રામાયણ હતી. ત્યારે તંત્રએ લોકોને રેમડીસીવર ઈજેક્સનો મળી રહે તે માટે સઘન પ્રયાસો હાથ ધરી જરૂરી ડોક્યુમેન્ટ અને ડોકટરના અભિપ્રાય મુજબ સિવિલ હોસ્પિટલમાંથી આ ઇજકેશનો ફાળવવા માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવી છે. મોરબીમાં રેમડીસીવર ઈજેક્સનો કોરોનાગ્રસ્ત દર્દીઓને મળતા ન હોવાની મોટી માથાકૂટ વચ્ચે હવે તંત્ર લોકોની વહારે આવ્યું છે. જો કે સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલમાં રેમડીસીવર ઇન્જેક્શનો ફાળવવામાં આવે છે અને સિવિલમાંથી અન્ય હોસ્પિટલો અને દર્દીઓને જરૂરી દસ્તાવેજો અને આધાર-પુરાવા સાથે આ ઇન્જેક્શનો આપવામાં આવે છે. પણ એમાં દર્દીઓને ઇન્જેક્શનો મળતા ન હોવાની રામાયણ વચ્ચે તંત્રએ આજે સિવિલમાંથી રેમડીસીવર ઇજકેશનો ફાળવવા માટે યીગ્ય વ્યવસ્થા ગોઠવી છે. જેમાં આર.ટી.પી.સી.આર. ટેસ્ટ રિપોર્ટ અથવા સીટી સ્કેનનો રિપોર્ટ, અને ડોકટરનું પ્રિસ્ક્રિપ્શન તથા જરૂરી આધાર પુરાવા હશે તેવા લોકોને સિવિલ હોસ્પિટલમાંથી રેમડીસીવર ઇન્જેક્શનો આપવામાં આવશે. સિવિલ ખાતે લોકોને રેમડીસીવર ઇન્જેક્શનો આપવાની કામગીરી માટે પુરવઠા તંત્ર અને સીવિલના સ્ટાફને ફાળવવામાં આવ્યા છે. જ્યાં ત્રણથી ચાર ટેબલ રાખવામાં આવ્યા છે. જ્યાં ડોકટરો સહિતની ટીમ યોગ્ય રીતે ચકાસણી કરીને આ ઈજેક્સનો લોકોને આપશે અને લોકોની ત્રણ લાઇનની વ્યવસ્થા ગોઠવી છે. ગઈકાલે બપોરેથી આ કામગીરી શરૂ થયા બાદ આજે સિવિલ આ ઇન્જેક્શનો લેવા લોકો ઉમટી પડ્યા હતા. જો કે, સિવિલમાં પૂરતા પ્રમાણમાં આ ઇન્જેક્શનોનો જથ્થો છે ત્યારે આવી સારી વ્યવસ્થા ગોઠવવામાં આવે તો દર્દીઓને જરાય હાલાકી ન પડે.