મેઘરાજાએ ચોમાસાનું જોરદાર ખાતું ખોલાવ્યું : મોરબી સિવાયના ચાર તાલુકા કોરા રહ્યા મોરબી : મોરબીમા આજે મેઘરાજાએ ચોમાસાનું દે ધનાધન ખાતું ખોલાવ્યું છે. બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યાના સમયગાળામા મોરબી શહેરમાં 82 મીમી એટલે કે સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. મોરબી જિલ્લા ફ્લડ કંટ્રોલરૂમના સતાવાર આંકડા મુજબ આજે બપોરે 2 થી 4 વાગ્યાના સમય ગાળામાં મોરબી શહેરમાં 82 મીમી વરસાદ પડ્યો હતો. જો કે, આજે હળવદ, વાંકાનેર, માળીયા અને ટંકારામા વરસાદ નોંધાયો ન હતો. મોરબીમાં ચોમાસાની વિધિવત છડી પોકારી મેઘરાજાએ સવા ત્રણ ઇંચ હેત વરસાવતા શહેરમાં ચોતરફ પાણી પાણીની સ્થિતિ સર્જાઈ ગઈ હતી.