સસરાના ઘરે જઈ ગાળો બોલી ધમાલ કરતા બનેવીને સમજાવવા ગયેલા સાળાને જાનથી મારી નાખવા ધમકી મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર સસરાના ઘરે જઈ ગાળો બોલી ધમાલ કરતા બનેવીને સમજાવવા ગયેલા સાળાને પાઇપે - પાઇપે માર મારી બનેવી હવે પછી સામ આવ્યા તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મોરબી પંચાસર રોડ ઉપર ભારતપરા શેરી નં.3માં રહેતા અબ્દુલભાઇ ઇસ્માઇલભાઇ ખોખરે પોતાના બનેવી સોયબ હનીફભાઇ વઘાડીયા રહે. મકરાણીવાસ મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના બહેન સાયનાબેનના લગ્ન આરોપી સોયબ હનીફભાઇ વઘાડીયા સાથે થયા હતા પરંતુ બનેવીને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોય છેલ્લા સાત વર્ષથી સાયનાબેન પિતાના ઘેર રહે છે. દરમિયાન ગઈકાલે આરોપી એવા બનેવી અબ્દુલભાઇના ઘર પાસે આવી ગાળો બોલતા હોય અબ્દુલભાઈએ ગાળો નહીં બોલવાનું ક્હેતા ઉશ્કેરાઈ ગયેલા આરોપી સોયબ હનીફભાઇ વઘાડીયાએ અબ્દુલભાઈને પાઇપ વડે આડેધડ માર મારી જતા જતા હવે પછી જો કોઈ સામે આવશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અબ્દુલભાઇ ઇસ્માઇલભાઇ ખોખરની ફરિયાદને આધારે આરોપી સોયબ હનીફભાઇ વઘાડીયા વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.