વરસાદની આગાહી વચ્ચે ધૂળની ડમરીઓ ઉડી, અમુક જગ્યાએ વરસાદ પડ્યોમોરબી : મોરબી અને વાંકાનેર પંથકમાં અચાનક જ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. જેમાં ખાસ કરીને વાંકાનેર અને મોરબી વચ્ચે હાઇવે પર ભારે પવન સાથે ધૂળની આંધી ઊઠી હતી. અને અમુક વિસ્તારોમા વરસાદ પણ પડ્યો હોવાની માહિતી મળી રહી છે.મોરબી જિલ્લાના વરસાદની આગાહીના વચ્ચે સાંજે અચાનક જ વાતાવરણ બદલાયું હતું. બપોરે ધોમધખતા તાપની જગ્યાએ અચાનક જ તેજ પવનની આંધી ફૂકાઈ હતી. અને જાણે ધૂળની આંધી હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. હાઇવે પર આ આંધીને કારણે વાહનચાલકોને પરેશાની થઈ હતી. તેમજ મોરબી અને વાંકાનેર વિસ્તારમાં અમુક જગ્યાએ વરસાદ પડયાના પણ સમાચાર મળી રહ્યા છે. જ્યારે ભારે પવનના કારણે અમુક વિસ્તારોમાં લાઈટ પુરવઠો ખોરવાય ગયો હતો.