પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની સફળ રજૂઆત મોરબી : મોરબી અને માળિયા તાલુકાના બે રોડના કામ માર્ગ અને મકાન વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે રૂ. 1 કરોડના ખર્ચે મંજુર કરી આપ્યા છે. જેથી હવે ટૂંક સમયમાં આ રોડનું કામ હાથ ધરવામાં આવનાર છે. માળીયા(મી.) તાલુકાના જુના ઘાંટીલા ગામથી હળવદ તાલુકાના ધૂળકોટ ગામ સુધીના રોડ માટે રૂ. ૬૦.૦૦ લાખ તેમજ મોરબી તાલુકાના વાઘપર-પીલુડી-ગાળા રોડ બનાવવા માટે રૂ.૪૦.૦૦ લાખ રાજ્ય સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલ છે આ કામો ત્વરિત શરૂ કરવામાં આવશે. આ કામો મંજુર થવાથી લાભાર્થી ગામોમાં આનંદની લહેર વ્યાપી ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ રોડ બનાવવા પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાએ રજુઆત કરી હતી. આ રજુઆતને સફળતા મળી છે. તેમ યાદીમાં જણાવાયું છે.