મોરબી : મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં ગઈકાલે જુના ઝઘડાનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હોવાની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.એ ડિવિઝન પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ મારામારીના બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનેથી જાણવા મળતી વિગતો મોરબીના રવાપર રોડ પર કાલિકા પ્લોટ ભવાની સોડાવાળી શેરીમાં રહેતા મિલનભાઈ પોપટભાઈ જાદવ ઉ.વ.21 નામના યુવાને જેઠાભાઇ ઉર્ફે લાભુભાઈ ખીમજીભાઈ જાદવ અને તેમનો પુત્ર તથા કૈલાશભાઈ સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી અને આરોપીઓ વચ્ચે ત્રણ-ચાર દિવસ પહેલા કોઈ બાબતે ઝઘડો થયો હતો.તે બાબતનો ખાર રાખી ગઈકાલે આરોપીઓ ફરિયાદીના ઘર પાસે બાઇકમાં આવી તેમને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી તથા પાઈપથી માર મારીને ઇજા પહોંચાડી હતી.આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.