લુખ્ખા તત્વોએ વૃદ્ધને માર મારી કારના કાચ તોડી ઘર ઉપર પથ્થરમારો કર્યો મોરબી : મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલી ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં મંદિરમાં ગાળો બોલી રહેલા છોકરાઓને ટપારનાર વૃદ્ધ ઉપર સાત શખ્સોએ હુમલો કરી કારના કાચ તોડી નાખી ઘર ઉપર પથ્થરમારો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વેજીટેબલ રોડ ઉપર ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા વનરાજસિંહ ભુપતસિંહ ઝાલા, ઉ.61 નામના વૃદ્ધે અગાઉ મંદિરમાં ગાળો બોલતા છોકરાઓને ટપારી ઠપકો દઈ મંદિરેથી કાઢી મુકતા આ બાબતનો ખાર રાખી આરોપી ચિરાગભાઇ જેસંગભાઇ ચૌહાણ, રહે. પંચમુખી હનુમાન મંદીરની બાજુમાં વેજીટેબલ રોડ, મોરબી, જુસબભાઇ હબીબભાઇ જામ, રહે.ઉમા ટાઉનશીપ સામે, મોરબી, વલ્લીમામદ હબીબભાઇ જામ, રહે.ઉમા ટાઉનશીપ સામે, મોરબી, મયુરસિંહ વિક્રમસિંહ જાડેજા, રહે.મયુરપેલેસ પાસે મોરબી, મુળ રહે.ગુંગણ તા.જી.મોરબી, જગદીશભાઇ ગોગાભાઇ ઠાકોર, રહે. ધરમપુર, પ્રભુભાઇ બાબુભાઇ સુરેલા, રહે.ભીમસર વેજીટેબલ રોડ, મોરબી અને મેરૂભાઇ જેસંગભાઇ ચૌહાણ, રહે. પંચમુખી હનુમાન મંદીરની બાજુમાં વેજીટેબલ રોડ, મોરબી વાળાઓએ અકસંપ કરી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી, સેલેરીયો ગાડીના કાચ તોડી નુકશાન કરવાની સાથે મકાનની બારીઓમા છુટા પથ્થરના ઘા કરી નુકશાની કરી હતી. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે સાતેય આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૩૩૭, ૪૨૭, ૫૦૪, ૫૦૬(૨), તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.