મોરબી : મોરબીમાં વૃદ્ધાએ છાતીમાં દુખાવાથી કંટાળી વૃદ્ધાનો એસિડ પીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના કંડલા બાયપાસ દુલર્ભ પાર્ટી પ્લોટ પાછળ રહેતા કસ્તુરબેન વેલજીભાઈ વાઢેર ઉ.વ.65 નામના વૃદ્ધાએ આજે સવારે એસિડ પી લેતા તેમનું મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ મૃતક વૃદ્ધા છેલ્લા ઘણા સમયથી છાતીમાં દુખાવાની બીમારીથી પીડાતા હતા અને આ બીમારીથી કંટાળીને તેઓએ આ અંતિમ પગલું ભરી લીધું હતું. એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.