મોરબી : આજથી શરુ થતી ધોરણ -10 અને 12 પરીક્ષાર્થીઓને ABVP દ્વારા પેન અને ચોકલેટ આપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આજ થી ધોરણ - 10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ થઇ છે ત્યારે ABVP મોરબી દ્વારા વિધાર્થીઓને તિલક, મોઢું મીઠું કરાવી તેમજ પેન અને ચોકલેટ આપી શુભેચ્છા પાઠવવામાં આવી તેમજ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.