મોરબી : મોરબીમાં યુવતીએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હોવાનો બનાવ સામે આવ્યો છે.આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના જેલ રોડ ઉપર આવેલ વણકરવાસમાં રહેતી જયશ્રીબેન ચંદુભાઈ જાદવ (ઉ.વ.19) નામની યુવતીએ આજે પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણી લીધો હતો.બાદમાં યુવતીના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરીને યુવતીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે જાણવા માટે મૃતકના પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.