મોરબીના રબારીવાસના નાકા પાસે બનેલી ઘટનામાં નાના ભાઈ સાથે ઝઘડો કરતા ચાર શખ્સોએ કર્યો ખૂની હુમલો મોરબી : મોરબીમાં મોડીરાત્રે પિક્ચર જોઈ ઘેર જઈ રહેલા યુવાનને રબારીવાસના નાકા નજીક પોતાના નાના ભાઈ સાથે ઝઘડો કરી રહેલા ચાર શખ્સોએ રોકી છરીના ઘા ઝીકી દઈ મૂંઢ માર મારતા બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રબારીવાસમાં રહેતા અને નગરપાલિકામાં ભૂગર્ભ વિભાગમાં મોટર ચાલુ બંધ કરવાની નોકરી કરતા જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતો જેમલભાઈ મોરી ઉ.29 નામના યુવાન તા.12ના રોજ રાત્રીના મોરબીના સ્કાય મોલમાંથી પિક્ચર જોઈ ઘેર જતા હતા ત્યારે રબારીવાસના નાકા પાસે તેમના નાનાભાઈ સંજયભાઈ સાથે આરોપી ભાવેશભાઈ રામજીભાઈ ભુંભરીયા, જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતો રામજીભાઈ ભુંભરીયા બંન્ને રહે.રબારી વાસ શેરી નં-3, વિજયભાઈ ઉર્ફે ઈનલો અને કિશનભાઈ ભગવાનજીભાઈ ભુંભરીયા નામના શખ્સો ઝઘડો કરી રહ્યા હતા.વધુમાં જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતો જેમલભાઈ મોરી બનાવ સ્થળેથી પસાર થતા આરોપી ભાવેશભાઈ રામજીભાઈ ભુંભરીયાએ પકડી રાખી જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતો રામજીભાઈ ભુંભરીયાએ છરીના બે ઘા ઝીકી દઈ આડેધડ મૂંઢ માર મારી ઈજાઓ પહોંચાડતા જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતો જેમલભાઈ મોરીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી ભાવેશભાઈ રામજીભાઈ ભુંભરીયા, જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતો રામજીભાઈ ભુંભરીયા બંન્ને રહે.રબારી વાસ શેરી નં-3, વિજયભાઈ ઉર્ફે ઈનલો અને કિશનભાઈ ભગવાનજીભાઈ ભુંભરીયા વિરુદ્ધ આઇ.પી.સી કલમ-૩૨૪,૩૨૩,૫૦૪,૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.