ધક્કા વાળા મેલડી માતાજીના મંદિર નજીક બનેલી ઘટના મોરબી : મોરબીના ધક્કા વાળા મેલડી માતાજીના મંદિર નજીક કૌટુંબિક પ્રશ્ને ત્રણ શખ્સોએ એક યુવાનને લમધારી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ નજીક રહેતા ભરતભાઈ કરશનભાઈ સોલંકી ધક્કા વાળા મેલડી માતાજીના મંદિર નજીક ઉભા હતા ત્યારે કૌટુંબિક પ્રશ્ને નવાગઢ જેતપુર ગામે રહેતા પ્રકાશભાઈ પરશુરામ ગોસ્વામી, અર્જુનભાઈ પ્રકાશભાઈ ગોસ્વામી અને કિશનભાઈ કાળુભાઈએ બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને બાદમાં લાકડાના બડીકા વળે માથામાં તથા પગમાં ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ભરતભાઇની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨) ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..