બી ડિવિઝન પોલીસે ગેરકાયદેસર હથિયાર સાચવવા આપનાર તેમજ ઇજા પામનાર વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબ ગુન્હો દાખલ કર્યોમોરબી : મોરબી શહેરના રવાપર રોડ પર રહેતા યુવકે કોઈપણ રીતે ગેરકાયદેસર દેશી તમંચો મેળવ્યા બાદ વીસીપરામાં રહેતા યુવકને સાચવવા માટે આપી ગયો હોય એ યુવક પેન્ટના નેફામાં તમંચો છુપાવવા જતા અચાનક ફાયરિંગ થતા યુવકને જાંઘના ભાગે ઇજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે તમંચો સાચવવા આપનાર તેમજ સાચવવા રાખનાર બન્ને વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં રહેતા રાજેશભાઇ ખીમજીભાઈ પરમાર નામના યુવકને લોડેડ દેશી તમંચો પેન્ટના નેફામાં રાખવા જતા અચાનક ફાયરિંગ થતા ડાબી જાંઘના ભાગે ઇજાઓ થતા બનાવ અંગે પોલીસને જાણ થતા રાજેશભાઇ પરમારની પૂછપરછ કરી હતી.આરોપી રાજેશભાઇએ જણાવ્યું હતું કે, તેનો મિત્ર આશિષ હેમંતભાઈ અદ્રોજા રહે.રવાપર રોડ વાળા પાસે આ તમંચો હોય જે તમંચો તેમજ એક કારતુસ સાચવવા આપી ગયો હતો.જે બાદ ગત તા.28ના રોજ આરોપી રાજેશભાઇ તેના મિત્ર સાથે વિસીપરામાં આવેલ સીટીઝન ફેકટરી પાસે લોડેડ તમંચો લઈને બેસવા ગયો હતો.બાદમાં આ તમંચો પેન્ટના નેફામાં મુકવા જતા અચાનક ફાયરિંગ થતા જાંઘના ભાગે ઇજાઓ થઈ હતી.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે આર્મ્સ એકટ મુજબ બન્ને આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.