આરોપીઓએ કારથી ટક્કર મારી બે મોટર સાયકલમાં નુકશાન કર્યુંમોરબી : મોરબીના નવલખી રોડ ઉપર લાયન્સનગરમાં કૌટુંબિક દાદીમા સાથે મીઠાના કારખાનામાં ભાગ રાખનાર યુવાનના ઘર ઉપર હુમલો કરી કૌટુંબિક સગાઓએ તલવારથી ઇજા પહોંચાડી કારની ટક્કર મારી બે મોટર સાયકલમાં નુકશાની કરતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવલખી રોડ ઉપર લાયન્સનગરમાં રહેતા દેવેન્દ્રભાઈ મોહનભાઇ પરમાર નામના યુવાને સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં કૌટુંબિક સગા એવા આરોપી પ્રવિણભાઇ દુદાભાઇ પરમાર રહે.મોરબી નવલખી રોડ લાયન્સનગર આરકલી સોસાયટીની સામેની શેરીમાં (૨) ભરતભાઇ દુદાભાઇ પરમાર રહે.મોરબી નવલખી રોડ લાયન્સનગર આરકલી સોસાયટીની સામેની શેરીમાં (૩) અમુભાઇ મોતીભાઇ પરમાર રહે. માળીયા (મીં) દલીતવાસ જી.મોરબી અને(૪) જયેશભાઇ અમુભાઇ પરમાર રહે. માળીયા (મીં) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદીના નાના ભાઈ પ્રકાશભાઈએ કૌટુંબિક દાદીમા રાજુમાં સાથે મીઠાના કારખાનામાં ભાગ રાખ્યો હોય જેથી આરોપીઓને સારું લાગ્યું ન હતું અને રાજુમાને કેમ ઘેર આવવા દયો છો કહી ઝઘડો કરી તલવાર વડે હુમલો કરી આરોપીઓએ કાર વડે બે મોટર સાયકલમાં ટક્કર મારી નુકશાન પહોંચાડતા બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી.