4 શખ્સો સામે હુમલો કર્યાની બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ મોરબી : મોરબીમાં બાઇક સ્પીડમાં ચલાવી રોડ પરના પાણી ઉડવા મામલે બઘડાટી બોલી ગઈ હતી. જેમાં યુવાન ઉપર ચાર શખ્સોએ હુમલો કર્યાની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે લાયન્સ નગર સર્કીટ હાઉસ સામે રહેતા અલ્તાફભાઇ દીલાવરભાઇ જેડા (ઉ.વ. ૨૦) નામના યુવાને મોરબીના ભીમસર ખાતે રહેતા અલ્તાફભાઇ હાજીભાઇ ખોડ, ઇમરાનભાઇ હાજીભાઇ ખોડ, અસલમભાઇ હાજીભાઇ ખોડ, શાહરૂખભાઇ હાજીભાઇ ખોડ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૬ ના રોજ ભારતનગર સર્કીટ હાઉસ સામે ફરીયાદીને આરોપી અલ્તાફભાઇ મોટર સાયકલ સ્પીડમા ચલાવી નીકળતા પાણી ઉડાડતા ધીમે ચલાવવાનુ કહેતા જેનો ખાર રાખી આરોપીઓએ બે મોટર સાયકલમા ફરીયાદીના ધર પાસે આવી ફરી સાથે બોલાચાલી કરી ગાળો આપી આરોપીઓએ છરી વડે પગની પીંડીમા ઇજા કરી તેમજ લોખંડના પાઇપ વડે ફરીયાદી તથા સાહેદને મારી અને ફરીયાદી તથા સાહેદને ગાળો આપસ ઢીકાપાટુનો માર મારી ઇજા કરી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.