મહારાણ પ્રતાપ સોસાયટી સામે સર્વીસ રોડ ઉપર બનેલી ઘટના મોરબી : મોરબી શહેરમાં મહારાણ પ્રતાપ સોસાયટી સામે સર્વીસ રોડ ઉપર બાઈક લઈને જઈ રહેલા યુવાનનું બાઈક સ્લીપ થઈ ફૂટપાથ સાથે અથડાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મૂળ ઉત્તરપ્રદેશના વતની યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લાના વતની અને હાલમાં સીરામીક સિટીમાં રહેતો મોહીતકુમાર નંદકિશોરભાઇ શ્રીવાસ ગત તા.8ની મોડીરાત્રે મોરબી શહેરમાં મહારાણ પ્રતાપ સોસાયટી સામે સર્વીસ રોડ ઉપર પોતાનું બજાજ ડીસ્કવર મોટર સાયકલ લઈને જતો હતો ત્યારે બાઈક સ્લીપ થતા યુવાન ઢસડાઈ રોડની ફૂટપાથ સાથે અથડાયો હતો. અકસ્માતમાં યુવાનના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃતકના મોટાભાઈ રોહીતકુમાર નંદકિશોરભાઇ શ્રીવાસની ફરિયાદને આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.