મોરબી : મોરબીના વિસીપરા વિસ્તારમાં રહેતા એક યુવકે આજે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. હાલમાં સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. મોરબીના વિસીપરા વિસ્તારમાં ફૂલછાબ કોલોનીમાં રહેવાસી અબુભાઈ ઈનુરાભાઈ દાવલીયા એ આજે તા. 7 ના રોજ સવારે આશરે 10:45 વાગ્યામાં અરસામાં પોતાના ઘરે અજાણ્યા કારણોસર ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા તેઓનું મોત નીપજ્યું હતું. હાલમાં સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા આ બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.