મોરબી : મોરબીના જુના ઘૂંટુ રોડ ઉપર આવેલ કારખાનામાં કામ કરતા અને મજૂર કોલોનીમાં રહેતા મધ્યપ્રદેશના વતની યુવાનને વતનમા જવું હોય પરંતુ પગાર થયો ન હોવાથી મનોમન લાગી આવતા નદીમાં કૂદી આપઘાત કરી લેતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ વિકાસ કારખાનામાં કામ કરતા મધ્યપ્રદેશના વતની સતિષભાઈ જીતમાલજી માલવી ઉ.25 નામના યુવાનને વતનમાં જવું હોય પરંતુ પગાર ન થયો હોવાથી મનોમન લાગી આવતા આ યુવાને ગઈ તા.28ના રોજ બપોરના સમયે સિમ્પોલો સિરામિક કારખાના પાછળ આવેલ નદીમાં કૂદી જતા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.