મોરબી : મોરબીમાં મહિલાએ માનસિક બીમારીથી કંટાળી આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ગઈકાલે તા. 26ના રોજ મોરબી શહેરમાં ઉમીયાનગરમાં રહેતા જોષનાબેન મુકેશભાઇ પરમાર (ઉ.વ. 43) પોતાના ઘરે માનસિક બીમારીથી કંટાળી ગળે ફાંસો ખાઇ લીધો હતો. આથી, તેમનું મોત નીપજ્યું છે. મૃતક જોષનાબેનને છેલ્લા 18 વર્ષથી માનસીક બીમારી હોવાથી તેની દવા ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.