સીટી એ ડિવિઝન ટીમે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી જાડીયો,ભૂરો અને કિશનને દબોચ્યા મોરબી : મોરબીમાં શ્રમિકને રિક્ષામાં બેસાડી 24 હજાર રૂપિયા સેરવી લેનાર રાજકોટની રિક્ષાગેંગ ત્રિપુટીને સીટી એ ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં દબોચી લઈ રોકડ રકમ પણ કબજે કરી છે. આજરોજ સવારના સમયે વિમલેશકુમાર લલુપાલ રહે.હાલ. મોરબી શકત શનાળા રાજપર રોડ તીરૂપતિ પોલીપેક કારખાનામાં વાળાને સી.એન.જી રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી રોકડ રૂ.૨૪૦૦૦ ની ચોરી કરી ધક્કો મારી રીક્ષાગેંગ નાસી ગઈ હોવાથી પેટ્રોલિંગમાં રહેલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમના પો.હેડકોન્સ રામભાઇ મંઢ તેમજ પો. કોન્સ સંજયભાઇ બાલાસરા ને ખાનગી બાતમીદારોથી માહીતી મળેલ હોય કે મોરબી શનાળા ગામ ધુનડા રોડ ઉપર બનાવમાં ઉપયોગ થયેલ સીએનજી રીક્ષા સાથે (૧)ધનજીભાઇ ઉર્ફે જાડીયો દેવજીભાઇ ગેંડાણી રહે.રાજકોટ કોઠી કમ્પાઉન્ડ રેલ્વેસ્ટેશન રોડ બ્લોકનં. ૮૫ (૨) ગોરધનભાઇ ઉર્ફે ભુરો દેવજીભાઇ ગડાણી રહે.રાજકોટ પૌપટપરા શેરીન.૪/૧૦ ના ખુણે રામાપીરના મંદીર સામે (૩) કિશન S/O દિનેશભાઇ કુમતીયા દેવીપુજક રહે-રાજકોટ જામનગર રોડ ઘંટેશ્વર પાર્ક જીથરીયા પીરની દરગાહ ની બાજુ મા રપ વારીયા સરકારી આવાશ માં કવાર્ટર નં.પ૬૭ વાળા ત્રણ ઇસમો મળી આવેલ હતા. આ ત્રણેય શખ્સોની તલાશી લેતા ચોરીમાં ગયેલ રોકડ રૂપીયા તેમજ ફરીયાદીનું ચોરી થયેલ આધારકાર્ડની નકલ મળી આવતા રોકડ રૂપીયા તેમજ બનાવમાં ઉપયોગમાં લેવાયેલ સીએનજી રીક્ષા કબજે કરી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ ગુન્હો ડીટેકટ કરવામાં આવેલ છે. આ સફળ કામગીરી કામગીરી એ ડિવિઝન પીઆઇ બી.પી.સોનારાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.જી.જેઠવા, પો.હેડકોન્સ પ્રફુલભાઇ પરમાર, રામભાઇ મંઢ, કિશોરભાઇ મિયાત્રા, મહાવીરસિંહ પરમાર, પો.કોન્સ.ભાનુભાઇ બાલાસરા, ચકુભાઇ કરોતરા, સમરતસિંહ ઝાલા, ભાવેશભાઇ મિયાત્રા, સંજયભાઇ બાલાસરા તથા ભરતભાઇ હુંબલે કરી હતી.