મોરબી : મુસ્લિમ ધર્મના પવિત્ર માસ રમઝાનમાં મુસ્લિમ બિરાદરો દ્વારા રોજા રાખવામાં આવે છે. ત્યારે મોરબીમાં રહેતી 7 વર્ષની બાળકી બુખારી હિના બાનુએ રમઝાન મહિનામાં 15 રોજા રાખી ખુદાની બંદગી કરી હતી. અને અલ્લાહ પાસે ભારત દેશને કોરોનાથી બચાવવાની દુઆ કરી હતી.