શોભાયાત્રા બાદ ભડિયાદ ખાતે વિશાળ સભા યોજાશેમોરબી: મોરબીમાં આજે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની 135 મી જન્મ જયંતી નિમિત્તે સ્વયં સૈનિક દળ અને તમામ મૂળ નિવાસી સમાજ દ્વારા વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા શનાળાથી પ્રસ્થાન કરી ઉમિયા સર્કલ અને સમગ્ર શનાળા રોડ પર ફરી હતી. માર્ગમાં મોટી સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાયા હતા. શોભાયાત્રા જ્યારે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાએ પહોંચી ત્યારે ત્યાં ગરિમાપૂર્ણ રીતે બાબાસાહેબને સેલ્યુટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યુ હતું કે બાબાસાહેબ આંબેડકરે કરેલા કાર્યો અને ખાસ કરીને ભારતના મૂળ નિવાસી સમાજને 5000 વર્ષની ગુલામીમાંથી મુક્ત કરાવી જે અધિકારો અપાવ્યા છે, તે બદલ સમગ્ર સમાજ તેમનો ઋણી છે. આ શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ પાડાપુલ થઈને સામાકાંઠે ભડીયાદ ખાતે આવેલી સમાજ વાડીમાં પહોંચશે, જ્યાં વિશાળ જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.#Morbi #Ambedkar Jayanti #JaiBhim #MorbiNews #DrAmbedkar #SSD #SocialJustice