મોરબી: મોરબીમાં એક રિક્ષા ચાલકે પોતાની પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રિક્ષામાં મુસાફરી કરતા એક પેસેન્જરનો મોબાઈલ રિક્ષામાં રહી જતા ચાલકે ટ્રાફિક પોલીસને સોંપી દીધો હતો, ત્યારબાદ પોલીસે મૂળ માલિકની શોધખોળ કરી મોબાઈલ પરત કર્યો હતો.મળતી માહિતી મુજબ, મોરબીમાં સીરામીક ઉદ્યોગમાં ફરજ બજાવતા અને મહેન્દ્રનગર ચોકડી પાસે રહેતા વિશ્વજીતભાઈ સંતોષભાઈ કુસ્વાહ સામાકાંઠેથી રિક્ષામાં બેઠા હતા. આ દરમિયાન મહેન્દ્રનગર ચોકડી પાસે તેમનો મોબાઈલ ખોવાઈ ગયો હતો. આ મોબાઈલ રિક્ષામાં પડ્યો રહ્યો હતો.બાદમાં રિક્ષા ચાલકના ધ્યાનમાં આ વાત આવતા તેને નેહરુ ગેટ ચોક પાસે ફરજ બજાવતા પીએસઆઈ ડી. બી. ઠક્કર અને ભાનુભાઈ બરાસરાને આ મોબાઈલ આપી મૂળ માલિકને પરત કરવા જણાવ્યું હતું. આ બાબતે પોલીસ દ્વારા તાત્કાલિક મોબાઈલ માલિકની શોધખોળ કરવામાં આવી હતી અને વિશ્વજીતભાઈનો સંપર્ક કરી તેમને પોતાનો ખોવાયેલો મોબાઈલ સહીસલામત પરત કર્યો હતો. મોબાઈલ પરત મળતા યુવાને રિક્ષા ચાલક અને પોલીસનો આભાર માન્યો હતો.#Morbi #MorbiUpdate #MorbiPolice #Honesty #GoodDeed #GujaratPolice #MorbiNews