ચોરી કરનાર બેમાંથી એક શખ્સ નાસી છૂટ્યો સામાપક્ષે પકડાયેલા આરોપીએ પણ માર મર્યાની વળતી ફરિયાદ નોંધાવી મોરબી : મોરબીના રફાળેશ્ર્વર ગામે આવેલ કારખાનામાં લેબર ક્વાર્ટરમાં બે શખ્સો ચોરી કરવા ત્રાટકયા બાદ સ્થાનિકોએ એક શખ્સને મોબાઈલ ચોરી કરતા રંગેહાથે ઝડપી લઈને પોલીસને હવાલે કર્યો હતો. જ્યારે બીજો આરોપી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં સામાપક્ષે પકડાયેલા આરોપીએ પણ માર મર્યાની વળતી ફરિયાદ નોંધાવી છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રફાળેશ્ર્વર ગામેં આવેલ જી.આઇ.ડી.સી.ના સીવન્સ પેકર્સ નામના કારખાનાની મજુરોની ઓરડીમાં તા.14 ના રોજ વહેલી સવારે બે ચોર ઈસમો ત્રાટકયા હતા. અને મજૂરના ક્વાર્ટરમાંથી સરકલલાલ પારૂભાઇ ડામોરનો મોબાઇલની ચોરી કરી હતી.આથી અવાજ થતા મજૂરો જાગી ગયા હતા.આથી લોકોએ ચોરી કરનાર આરોપી સતીષભાઇ રમેશભાઇ ડેડવાણીયા (રહે. વીસીપરા, મોરબી) ને રંગેહાથે ઝડપી લીધો હતો.જ્યારે બીજો શખ્સ નુરીયો જેડા (રહે. માળીયા મી.) બાઈક લઈને નાસી છૂટ્યો હતો. બાદમાં મજૂરોએ આ ચોર ઇસમને પોલીસના હવાલે કર્યો હતો. તેમજ મજૂર સરકલલાલ પારૂભાઇ ડામોરે આ બન્ને આરોપીઓ સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામાપક્ષે પકડાયેલા આરોપી સતીષભાઇ રમેશભાઇ ડેડવાણીયાએ સ્થાનિક મજૂરો સામે ફરિયાદ નોંધાવી હતી કે , આરોપીઓ તેને પકડીને માર માર્યો હતી.બાદમાં પોલીસના હવાલે કર્યો હતો. આથી તાલુકા પોલીસે સ્થાનિક મજૂરો સામે કાયદો હાથમાં લેવા બદ્દલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.