મોરબી : મોરબી શહેરમાં પોલીસ દ્વારા રીક્ષામાં 120 લીટર દેશી દારૂ લઈને નીકળેલા એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. ગઈકાલે તા. 14ના રોજ મોરબીમાં જુનાં ઘુટ્ટુ રોડ જય ગોપાલ વે બ્રીજ પાસેથી રાહુલભાઇ રમેશભાઇ વરાણીયાને સી.એન.જી રીક્ષા રજી.નં. જીજે-૩૬-યુ-૬૨૮૧ માંઆધાર વગર કેફી પ્રવાહી દેશી પીવાના દારૂ ભરેલ પાંચ લીટરનાં 24 બુંગીયામાં દેશી દારૂ 120 લીટર વેચાણ કરવાનાં ઇરાદે રાખી હેરાફેરી કરતા મળી આવ્યો છે. પોલીસે દેશી દારૂ, રીક્ષા તથા મોબાઇલ મળી કુલ રૂ 45,400નાં મુદામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં આરોપીઓ જગદીશભાઇ ઘોઘાભાઇ બહાપીયા, ભુપતભાઇ નરસીભાઇ અને ભાવનાબેન ઉર્ફે ભાવલી રાજેશભાઇ સાતોલાનું નામ પણ ખુલ્યું છે. પોલીસે ચારેય આરોપીઓ સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. તેમજ પોલીસે આરોપી રાહુલની અટકાયત કરી છે. અને અન્ય ત્રણ આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.