અલગ અલગ બે કિસ્સામાં એક જ પરિવારની બે દીકરીઓ ભોગ બનતા પોકસો અને દુષ્કર્મ અંગેની બે ફરિયાદ નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરીમોરબી : એક જ પરિવારની બે દીકરીઓને પ્રેમજાળમાં ફસાવી નરાધમ શખ્સે સગીરાને અવાવરું જગ્યાએ લઈ જઈ શારીરિક અડપલાં કર્યા બાદ આ પરિવારની જ યુવાન દીકરીને એસટી બસમાં અમદાવાદ લઈ જઇ દુષ્કર્મ ગુજારતા ચોંકાવનારી બન્ને ઘટના અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અલગ અલગ બે ફરિયાદ નોંધાઇ છે.મોરબીના દુષ્કર્મ અને સગીર દીકરી સાથે શારીરિક અડપલાના બનાવ અંગે નોંધાયેલી ફરિયાદ મુજબ મોરબીમાં રહેતા પરિવારની દીકરી કામે જતી હોય ત્યાં દિલસાદ નામના આરોપીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી અવાવરું જગ્યાએ લઈ જઈ શારીરિક અડપલાં કરતા અગાઉ આ ઘટનામાં પોકસો એકટ મુજબ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. જે ઘટના બાદ આ જ પરિવારની યુવાન દીકરીને પણ આરોપી દિલસાદએ એસટી બસમાં અમદાવાદ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હોવાની બીજી ફરિયાદ નોંધતા મોરબી પોલીસે બન્ને કેસમાં આરોપીની શોધખોળ શરૂ કરી તપાસ શરૂ કરી છે.