મોરબી : મોરબીમાં એક યુવકે એકલવાયા જીવનથી કંટાળીને ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજ્યું હતું. પ્રાપ્ત વિગત મુજબ મોરબી તાલુકાના નવા ધરમપુર ગામમાં રહેતા 38 વર્ષીય દિનેશ બચુભાઈ કીડીયાએ નવલખી રોડ ઉપર આવેલ રોકડિયા હનુમાન મંદિરની પાછળના ભાગે વાડીમાં ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. તેના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે યુવકની પત્ની બે વર્ષ અગાઉ ત્રણ સંતાનોને છોડીને ઘેરથી કયાંક ચાલી ગયેલ છે. જેથી, યુવકે એકલતાભર્યા જીવનનો બોજ સહન ના થતા આપઘાત કર્યો હોવાનું મોરબી બી ડિવિઝન પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.