ત્રાજપર ચોકડીએ વાહન ચેકીંગ દરમિયાન અગાઉ ડઝનએક ચોરી કરનાર શખ્સને મોરબી સીટી-બી ડીવિઝન પોલીસે દબોચ્યો મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ત્રાજપર ચોકડી નજીકથી વાહન ચેકીંગ દરમિયાન ચોરાઉ મોટર સાયકલ સાથે અગાઉ ડઝનએક ચોરીની ઘટનામાં સંડોવાયેલ રીઢા ચોરને દબોચી લીધો હતો. મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકની સર્વેલન્સ ટીમે ત્રાજપર ચોકડી પાસે શંકાસ્પદ ઇસમો તેમજ નંબર પ્લેટ વગરના મોટરસાયકલ ચેકીંગ દરમ્યાન નંબર પ્લેટ વગરના મોટરસાયકલ સાથે નીકળેલા મોરબી સો ઓરડીમાં રહેતા હાજીભાઇ અકબરભાઇ માણેક, ઉ.26ની પૂછપરછ કરતા આ મોટર સાયકલ વાંકાનેરના ઢુવામાં આવેલ ઇમ્પીરીયલ હોટલે નજીકથી ચોર્યાનું કબૂલ કર્યું હતું. પોલીસે પોકેટ કોપ મારફતે તપાસ કરતા મોટર સાયકલ માલિક સોહનસિંગ રામસીંગ ચડાના હોવાનું બહાર આવતા 20 હજારની કિંમતનું મોટર સાયકલ કબ્જે કરી આરોપીને ગિરફતમાં લેવાયો હતો. નોંધનિય છે કે આ અગાઉ આરોપી હાજી માણેક મોરબી સીટી-એ ડીવીઝન, મોરબી તાલુકા, વાંકાનેર તાલુકા, સુરેન્દ્રનગર સીટી, ગાંધીધામ, રાજકોટ અને મોરબી સીટી-બી ડીવીઝન પોલીસ મથકમાં ચોરીના એક ડઝન કિસ્સામાં પકડાઈ ચુક્યો છે. આ સફળ કામગીરી સિટી બી ડિવિઝન પીઆઇ વી.એલ.પટેલના માર્ગદર્શન હેઠળ હેડ. કોન્સ. વનરાજભાઇ ચાવડા, દિનેશભાઇ બાવળીયા, ભગવાનભાઇ ખટાણા, પો.કોન્સ. ભગીરથભાઇ લોખીલ, ઇકબાલભાઇ સુમરા, કેતનભાઇ અજાણા, ભરતભાઇ ખાંભરા ,કલ્પેશભાઇ ગાંભવા વગેરે દ્વારા કરવામાં આવી હતી.