મોરબી જોન્સનગરમાં બનેલી ઘટનામાં ઘરવખરીને પણ નુકશાન પહોંચાડતા ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીના જોન્સનગર વિસ્તારમાં લાઈટ બિલના અડધા પૈસા આપવાનું કહેનાર પિતા - પુત્રને ત્રણ ભાઈઓએ લોખંડના પાઇપ વડે ફટકારી ઢીકા પાટુનો માર મારી ઘરવખરીમાં નુકશાન કરી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જોન્સનગરમાં રહેતા સમુનભાઈ હશનભાઈ ભટ્ટીએ સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના પિતા હસનભાઈ ભટ્ટીએ આરોપી મોહશીનભાઈ બસીરભાઇ ભટ્ટી, કાસમભાઈ બસીરભાઇ ભટ્ટી, માજીદભાઈ બસીરભાઇ ભટ્ટી પાસે લાઈટ બિલના અડધા પૈસા આપવાનું કહેતા ત્રણેય આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને સમુનભાઈને લોખંડના પાઇપ વડે માર મારી તેમના પિતા હસનભાઈને ઢીકા પાટુનો માર મારી ઘરવખરીમાં નુકશાન પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. આ મામલે સિટી એ ડિવિઝન પોલીસે સમુનભાઈની ફરિયાદને આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૪૨૭, ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.