મોરબી : મોરબીમાં જનાવરે કરડી ખાધેલી હાલતમાં મૃત નવજાત શિશુ મળી આવ્યું છે. આ અંગે મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વીસીપરા અંદર કેશવાનંદ બાપુના આશ્રમની પાછળ ધોળેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ બાળકોના સ્મશાન નજીકથી ગત તા.5ના રોજ મૃત હાલતમાં નવજાત બાળક મળી આવ્યું હતું. કોઈએ ત્યજી દીધું હોય એમ જનાવરે કરડી ખાધેલી હાલતમાં મળી આવતા પોલીસે મૃત બાળકને ફોરેન્સિક પીએમ માટે રાજકોટની મેડિકલ કોલેજમાં ખસેડયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરીને તપાસ હાથ ધરી હતી. પણ હજુ સુધી કોઈ વાલી વારસ ન મળી આવતા સામાજિક કાર્યકર હસીનાબેનની મદદથી આ મૃત બાળકની અંતિમ વિધિ હાથ ધરી હતી.