પાડોશી દંપતીએ 1.60 લાખ ભરવાને બદલે છરીના ઘોદા મારવા ધમકી આપીમોરબી : મોરબીના ભડીયાદમાં બૌદ્ધનગર વિસ્તારમાં રહેતા દંપતીએ પાડોશીને આર્થિક રીતે મદદરૂપ થવા પોતાના નામે 1.60 લાખની લોન લઈ આપ્યા બાદ આ લોન ભરપાઈ કરવાને બદલે ઊલટું ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપતા ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ભડિયાદ ગામે બૌદ્ધનગરમાં રહેતા ફરિયાદી જગદીશભાઈ કલાભાઈ પરમાર અને તેમના પત્ની કોકિલાબેને સાતેક મહિના પૂર્વે પાડોશી પ્રવીણભાઈ પુરાણી અને જયશ્રીબેન પુરાણીને પોતાના નામે રૂપિયા 1.60 લાખની લોન લઈ આપી મદદ કરી હતી. પરંતુ આરોપીઓને લોન ભરપાઈ કરવાની દાનત ન હોય ફોનમાં ગાળો આપી છરીના ઘોદા મારી દેવા ધમકી આપતા ઘટના અંગે સીટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.