પંચાસર રોડ ઉપર બનેલી ઘટના મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર બેફામ ગતિએ નીકળેલા કાર ચાલકે માસૂમ બાળકને હડફેટે લઈ પગ ઉપર કાર ચડાવી દેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ પંચાસર રોડ ઉપર ભુભરની વાડી સામે સેન્ટ્રો કાર નંબર જીજે-૦૩-એબી-૯૭૪૩ના ચાલકે પુર ઝડપે પોતાની કાર ચલાવી કિશન ઉર્ફે અભી ઉ.5 ના પગ ઉપર કાર ચડાવી દઈ ઇજાઓ પહોંચાડતા ગીતા ઓઈલમિલ પાછળ રહેતા નવઘણભાઇ લક્ષ્મણભાઇ ખીટે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇ.પી.સી કલમ ૨૭૯,૩૩૭,૩૩૮, તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો દાખલ કરી કાર ચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.