શિક્ષક તરીકેની ફરજ અને માતા-પિતા બંનેની જવાબદારી બખૂબી નિભાવનાર હસુમતીબેને પતિના નિધન બાદ એકલે હાથે 6 દીકરીઓનો ઉછેર કર્યો હતોમોરબી : મોરબીમાં શિક્ષિકા તરીકે અનેક લોકોનું જીવન ઘડતર કરનાર હસુમતીબેન પંડ્યાનું હાલમાં નિધન થયું છે. સમાજમાં સામાન્ય રીતે દીકરાઓ માતા-પિતાને અંતિમ વિદાય આપતા હોય છે, પરંતુ રહસુમતીબેનની 6 દીકરીઓએ દીકરાની ગરજ સારીને પોતાની માતાની નનામીને કાંધ આપી હતી. આ દ્રશ્ય જોઈને સૌની આંખો ભીની થઈ ગઈ હતી. દીકરીઓએ દીકરા સમોવડી બનીને સમાજ સમક્ષ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.પરિવાર માટે સમર્પિત જીવનહસુમતીબેન પંડ્યા સ્વભાવે ખૂબ જ લાગણીશીલ અને હંમેશા કુટુંબ ભાવનાને અગ્રતા આપનાર વ્યક્તિત્વ ધરાવતા હતા. પોતાની કર્મભૂમિ એવા શિક્ષણ જગતમાં પોતાની આગવી ઓળખ ઊભી કરનાર હસુમતીબેનનો સ્વભાવ એટલો સરળ અને જતું કરવાની ભાવનાવાળો હતો કે આડોશ-પાડોશ અને વ્યવહારમાં તેમની સુવાસ ફેલાયેલી હતી. તેમનું વ્યક્તિત્વ એવું હતું કે દીકરીઓ પોતાના સાસરે હોય છતાં દીકરીઓની સાસુ હસુમતીબેન સાથે તેમના ઘરે રોકાવા આવતા.એકલા હાથે 6 દીકરીઓનો ઉછેરવર્ષ 1997 માં તેમના પતિ રમેશચંદ્ર પંડ્યા દેવલોક પામ્યા. આ સમયે પરિવારની 6 બહેનોમાંથી માત્ર 2 મોટી બહેનોનાં લગ્ન થયાં હતાં, જ્યારે બાકીની 4 બહેનોના લગ્ન બાકી હતા. આવી કપરી પરિસ્થિતિમાં હસુમતીબેન પંડ્યા એક લોખંડી સ્ત્રી બનીને ઉભરી આવ્યા. તેમણે માતા અને પિતા બંનેની ફરજ બખૂબી બજાવી. પોતાની શિક્ષકની નોકરીની ફરજની સાથે સાથે ઘરની બેવડી જવાબદારી પણ નિભાવી. તેમણે 6 દીકરીઓને જન્મ આપ્યો હતો પરંતુ ક્યારેય દીકરાની ઉણપ અનુભવી ન હતી. તેઓ ગર્વથી કહેતા કે તેમણે 6 દીકરીઓને જન્મ આપ્યો છે.શિક્ષણ અને સંસ્કારનો વારસોપતિના ગયા પછી પણ હસુમતીબેને શાણપણ અને કુનેહથી દરેક દીકરીઓના ધામધૂમથી લગ્ન કર્યા અને દીકરીઓનાં મામેરાં, જિયાણાં તથા આણાં પણ કર્યા. પોતાના માવતરના ઘરેથી જે શિક્ષણ મળેલ હતું તે જ શિક્ષણ તેમણે પોતાની દીકરીઓને પણ આપ્યું. તેમની દીકરીઓએ પણ એ વારસો જાળવી રાખતા પોતાના સંતાનોને ખૂબ જ ઉચ્ચ શિક્ષણ આપ્યું. આજે તેમની દીકરીઓનાં સંતાનો ગ્રેજ્યુએટ, ડબલ ગ્રેજ્યુએટ, ડોક્ટર્સ, એન્જીનીયર્સ તેમજ સારા બિઝનેસમેન બનીને સમાજને પોતાનું યોગદાન આપી રહ્યા છે.#MorbiUpdate #InspiringStory #DaughtersLove #WomenEmpowerment #Motherhood #MorbiNews #Gujarat #Education #FamilyValues