મોરબીમાં માત્ર દોઢ કલાકમાં વિનામૂલ્યે 2 હજાર વૃક્ષોના રોપાનું વિતરણ કરાયું લોકોએ વૃક્ષોના રોપા વિતરણનો લાભ લેવા માટે અદમ્ય ઉત્સાહ દાખવ્યો મોરબી : મોરબીમાં વિવિધ સંસ્થાઓ દ્વારા ચાલુ માસમાં બીજી વખત ઘટાદાર વૃક્ષો થાય તેવા રોપાઓનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં લોકોએ વૃક્ષોના રોપા વિતરણનો લાભ લેવા માટે અદમ્ય ઉત્સાહ દાખવ્યો હતો.જેથી માત્ર દોઢ કલાકમાં વિનામૂલ્યે 2 હજાર વૃક્ષોના રોપાનું વિતરણ કરાયું હતું. મોરબી શહેરને લીલુંછમ હરિયાળું બનાવવા માટે વન વિભાગ સહિતની સ્વૈચ્છિક સંસ્થાઓ ભગીરથ પ્રયાસ કરી રહી છે અને આ સંસ્થાઓ દ્વારા દર વર્ષે ચોમાસાની સિઝનના પ્રારંભે ઘટાદાર વૃક્ષોના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.ત્યારે આ વખતે પણ ચોમાસાની સિઝન શરૂ થતાં પ્રથમ વરસાદને કારણે વૃક્ષોના વાવેતરનો અનુકૂળ સમય થવાથી ગત તા.14 જૂને સ્વૈચ્છિક સંસ્થાઓ વિનામૂલ્યે રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં લોકોનો ભારે પ્રતિસાદ મળ્યો હતો અને લોકોની વૃક્ષાના રોપાની જરૂરિયાતને લઈને ફરીવાર આજે રવિવારે સવારે 9 વાગ્યે મોરબીના શનાળા રોડ રામચોક પાસે કે.કે સ્ટીલની સામે આવેલ સંદેશ બ્યુરો ઓફીસ નીચે વન વિભાગ મોરબી અને ટંકારા તથા મયુર કલબ અને પુસ્તક પરબની ટીમ અને મોરબી અપડેટની ટીમ દ્વારા વિવિધ વૃક્ષોના રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું છે.જેમાં લિબડો, પીપળો કરંજ ,સીતાફળ,જામફળ ,દાડમ જેવા વૃક્ષોના આશરે 2 હજાર રોપઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા મયુર નેચર કબલના એમ.જી.મારુતિ, જીતુભાઈ ઠક્કર, વન વિભાગના અધિકારી જે.ટી.કુંડારિયા તથા પુસ્તક પરબની ટીમ અને મોરબી અપડેટની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.