મોરબી : મોરબી શહેરમાં બાઈકના સાયલેન્સર મોડીફાઇડ કરાવી કાન ફાડી નાખે તેવી ધણેણાટી બોલાવી ધૂમ સ્ટાઇલ બાઈક ચલાવનાર 11 ઈસમો સામે પોલીસે કાર્યવાહી કરી ટ્રાફિક નિયમ ભંગ બદલ રૂ.10,300નો દંડ વસુલ કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરમાં ધૂમ સ્ટાઇલ બાઈક ચલાવનાર રોમિયોનો ત્રાસ વધ્યો છે ત્યારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શહેરના શનાળા રોડ, વાવડી રોડ, ગોલા બજાર, એસપી રોડ સહિતના વિસ્તારમાં સપાટો બોલાવી મોડીફાઇડ સાયલેન્સર ફિટ કરાવી કાન ફાડી નાખે તેવા અવાજ કરી નીકળેલા 11 ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરી મોટર સાયકલ ડિટેઇન કરવાની સાથે કાળા કાચ, લાયસન્સ ન હોય તેવા વાહન ચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરી રૂ.10,300નો દંડ વસુલ કર્યો હતો. ધૂમ સ્ટાઇલ બાઈક ચાલકો વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પીએસઆઇ કે.એચ.ભોચિયા, પી.આર.સોનારા, એસ.આઈ.પટેલ, આર.એન.ભટ્ટ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામા આવી હતી.