સીટી એ ડિવિઝન પોલીસે પંચાસર રોડ ઉપર શીવધારા કોમ્પ્લેક્ષની સામે પાર્કીગમાંથી કાર સહિત 4.35 લાખનો મુદામાલ કબ્જે કર્યો મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પંચાસર રોડ ઉપર શીવધારા કોમ્પ્લેક્ષની સામે પાર્કીગમાં રેઢી હાલતમાં પડેલી સ્કોડા કારમાંથી 1.35 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપી લઈ કાર નંબરના આધારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન પંચાસર રોડ ઉપર શીવધારા કોમ્પ્લેક્ષની સામે પાર્કીગમાં રેઢી હાલતમાં પડેલી સ્કોડા કાર ચેક કરતા કારમાંથી મેકડોવેલ્સ નં.1 સુપરીયર વ્હીસ્કીની બોટલો નંગ-336 કિમત રૂપિયા 1,26,000 તથા એમસ્ટેલ સુપર પ્રીમીયમ સ્ટ્રોગ બિયરના ટીન નંગ-96 કિમત રૂપિયા 9600 તેમજ સ્કોડા કાર કિમત રૂપિયા 3 લાખ સહિત કુલ રૂપિયા 4,35,600નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે સફેદ કલરની સ્કોડા નંબર GJ-27-K-3335ના ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એકટ કલમ- ૬૫એ.ઇ, ૧૧૬બી,૯૮(૨) મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.