ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા ગામે શેરીમાં ગાળાગાળી કરી રહેલા માતા અને પુત્રને ગાળો નહિ બોલવાનું કહેતા ઉશ્કેરાયેલા શખ્સે મહિલાને માથામાં તલવારનો ઘા ઝીકી દેવાની સાથે યુવાનના માતાએ લાકડી ફટકારતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મિતાણા ગામે રહેતા કેસરબેન ધનજીભાઈ પારધીએ ટંકારા પોલીસ મથકમાં પડોશમાં રહેતા આરોપી શૈલેશ નથુભાઈ પારધી અને કેસરબેન નથુભાઈ પારધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, બન્ને આરોપી માતાપુત્ર શેરીમાં ગાળો બોલતા હોય કેસરબેને માતા અને પુત્રને ગાળો નહિ બોલવાનું કહેતા ઉશ્કેરાયેલા શૈલશે કેસરબેનને માથામાં તલવારનો ઘા ઝીકી દેવાની સાથે યુવાનના માતા કેસરબેને લાકડી ફટકારતા બનાવ અંગે ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.