વાંકાનેર : વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે ગળેફાંસો ખાઈ યુવતીએ જીવન ટૂંકાવ્યું છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. મેસરીયા ગામે રહેતા 22 વર્ષીય શીતલબેન વિનુભાઇ રાઠોડએ ગઈકાલે તા. 5ના રોજ કોઇપણ કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ લીધો છે. તેની ડેડબોડીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. તેમજ પોલીસે ધોરણસરની કાર્યવાહી કરેલ છે.