રતાભાઈ વાલાભાઈ રવાએ પોતાની જાન પ્રસ્થાન કરતા પૂર્વે વોટિંગ કરી લોકશાહીની ફરજ નિભાવીહળવદ : હળવદ તાલુકાના માણેકવાડા ગામમાં આજે એક પ્રેરણાદાયક કિસ્સો જોવા મળ્યો છે. ગામના રતાભાઈ વાલાભાઈ રવા નામના યુવાનના આજે લગ્ન હોવાથી સાંજે તેમની જાન પરણવા જવાની હતી. પરંતુ આ વરરાજાએ પોતાના લગ્નની ખુશીઓ વચ્ચે પણ દેશના નાગરિક તરીકેની પોતાની ફરજને પ્રાધાન્ય આપ્યું હતું.રતાભાઈ પોતાની જાન લઈને પરણવા જાય તે પહેલા જ મતદાન મથકે પહોંચી ગયા હતા. તેમણે પોતાનો કિંમતી વોટ આપીને અચૂક મતદાન કર્યું હતું. 'પહેલા મતદાન અને પછી જ લગ્ન ' એવો ઉમદા સંદેશ આપીને તેમણે વોટિંગ કર્યા બાદ જ લગ્નની અન્ય વિધિઓ અને જાન પ્રસ્થાનની શરૂઆત કરી હતી.વરરાજાના આ જાગૃત પગલાને સ્થાનિક લોકોએ ભારે બિરદાવ્યું હતું અને અન્ય યુવાનો માટે પણ તેઓ પ્રેરણારૂપ બન્યા છે. #MorbiUpdate #Halvad #Manekvada #Voting #Election2026 #GujaratElection #VoterAwareness